Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

હે આદ્ય અંબા ભગવતિ

Loading....
હે આદ્ય અંબા ભગવતી, મા આદ્ય અંબા ભગવતી,
તુજ દ્વાર આવ્યો બાળ માડી, આપજે તું સન્મતી,
હે આદ્ય અંબા ભગવતી

મા બુધ્ધીહીન આ બાળ ગાયે, ભૂલ ધ્યાન ન લાવજો
અજ્ઞાન અંધારે ભર્યો મા જ્ઞાન દીપ દેખાડજો

મા ધ્યાન નિશદિન આપનું ધરતાં કદી ના થાકતો
મા મા રટણ રટતો રહું બસ એક એહી માંગતો,
હે આદ્ય અંબા ભગવતી


મા પાઠ પૂજા હું ન જાણું વેદ મંત્રો શું ભણું,
પણ અંબા અંબા અંબા કહેતાં પાઠ પૂર્ણ થયા ગણું

મા તુજ વિના નથી આસરો, અન્ય નો આ બાળ ને
મા બાળ જાણી રંક જાણી દોષ ના સંભારસો,
હે આદ્ય અંબા ભગવતી


વંદન કરે છે બાળ આજે, રહેમ માડી રાખજે
ભક્તિ ભજન નિશદિન કરૂં દર્શન કદી તું આપજે

મા મૂરખ માનવી ચરણ કમળે મા સદા તું રાખજે
તુજ દ્વાર આવ્યો બાળ માડી, આપજે તું સન્મતી,
હે આદ્ય અંબા ભગવતી
Embed:

પ્રતિસાદ

Re: હે આદ્ય અંબા ભગવતિ
આ માતાજી નુ ભજન સ્વ: પોપટલાલ હરી શંકર ભટ્ટ નુ રચૈલ છે. તેને સંગીત અને સ્વર શ્રી સુરેશ પોપટલાલ ભટ્ટ એ આપેલ છે. રેકોર્ડીગ home made છે. ક્ષતી જણાય તો દરગુજર કરશો.
અસ્વીકરણ